Connect Gujarat
ગુજરાત

અમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ

અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી

X

રાજયમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગુજરાતમાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે..

અને મોટાભાગના શહેરોનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અમરેલી જીલ્લામાં ખુશનુમાં વાતાવરણ જોવા મળ્યું હતું. આજે બપોરના સમયે અમરેલીના ગીર ખાંભા પંથકમાં એકાએક વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા ગીરના ગામડાઓમાં ધોમધખતા તાપ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી જોકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. માવઠાના કારણે ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story