ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકાર સજ્જ
રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં તંત્રની કામગીરી
કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર કટિબદ્ધ
સાવરકુંડલામાંSDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી
પાણીમાં ફસાયેલા અનેક લોકોના રેસક્યું ઓપરેશન કરાયા
ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારાSDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, ત્યારે અમરેલી જીલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં સરકાર દ્વારાSDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતા, ત્યારેSDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી.
હજુ પણ અમરેલી રેડઝોનમાં આવતું હોય, જેને લઈને આસપાસમાં રાજુલા, જાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથીSDRFની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવાSDRF સક્ષમ સાબિત થતી હોય છે, ત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટ, હેવી લાઇટ, કટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથેSDRFની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.