અમરેલી : શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાથી ચકચાર,શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચર્યું,નરાધમની ધરપકડ

હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના

  • શિક્ષકે બે વિદ્યાર્થીનીઓને બનાવી હવસનો શિકાર

  • ઓફિસમાં બોલાવી શિક્ષકે આચર્યું દુષ્કર્મ

  • ગંદી હરકતો કરતા શિક્ષક રંગે હાથ ઝડપાયો

  • પોલીસે નરાધમ શિક્ષકની કરી ધરપકડ

Advertisment

અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. કુકાવાડા રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.છેલ્લા 8 દિવસથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 અમરેલી જિલ્લાના કુકાવાડાની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર કાવઠીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લાગ્યા છે.આરોપી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 4 અને 2 વિદ્યાર્થીનીઓ સાથે ગંદી હરકતો કરતા રંગેહાથ ઝડપાયો છે.આરોપી શિક્ષક વિરુદ્ધ પોકસો હેઠળ ગુન્હો નોંધાયો છે.

આ ઘટનામાં ફરિયાદીને શિક્ષકની કાળી કરતૂતની જાણ થઇ હતી,અને તેમને શિક્ષક પર સતત નજર રાખી હતી,જેમાં શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ ગઈ હતી,અને તેઓએ આ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી નરાધમ શિક્ષકની ધરપકડ કરી હતી.

 અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતા આ બનાવ વિશે જાણ થતા વાલીઓમાં પોતાના બાળકોને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે વિદ્યાર્થીઓ શિક્ષણના ધામમાં અસુરક્ષિત બન્યા છે.

અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાની ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે,તેમજ અન્ય બાળકીઓ પણ નરાધમનો ભોગ બની છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisment
Latest Stories