/connect-gujarat/media/post_banners/bf3a79486945b1eb4427bcf9048043e7c458c3efd39b6bdd43ea299174ac7f56.jpg)
સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો હતો અને સ્વચ્છતાના શિલ્પીઓનો સત્કાર કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા શહેરમાં સ્વચ્છતા મિશનમાં કામ કરતા સફાઈ કર્મીઓને સન્માનીત કરવા સાવરકુંડલાના અટલધારા કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ રાજેશ કાબરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ દિનેશ પોપટ, ડી.વાય.એસ.પી.હરેશ વોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતી વચ્ચે સાવરકુંડલા નગરપાલિકાના 300થી વધુ કર્મીઓ અને લીલીયાના 29 સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો