Connect Gujarat
ગુજરાત

અમરેલી: સાવરકુંડલા નજીક ટ્રકની અડફેટે સિંહને મોતને ઘાટ ઉતારનાર ચાલક ઝડપાયો, CCTV ફુટેજના આધારે પોલીસે કરી કાર્યવાહી

X

ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતમાં દેશની શાન ગણાતા જંગલના રાજા સિંહનું સ્વાનની માફકનું કમકમાટી ભર્યું મોત નિપજતાં વનવિભાગ સફાળું જાગ્યું હતું ને ફક્ત બે જ દિવસની સતત દોડધામ બાદ ગ્રામીણ ગામડાઓના સીસીટીવી ફુટેજને આધારે કચ્છ જિલ્લાના વાહન સાથે ડ્રાઈવરની ધરપકડ કરીને સિંહના મોત નિપજવનારને વનવિભાગ પકડી પાડવામાં સફળ થયું છે.

ગત તારીખ 22 નવેમ્બરે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગોરડકા ગામ નજીક દેશની ધરોહરને આખી દુનિયાને ઘેલું કરનાર એશિયાન્ટિક સિંહનું કોઈ અજાણ્યા વાહન હડફેટે કચડીને કમકમાટી ભર્યું મોત નિપજવ્યું હતું. વનવિભાગ દ્વારા નર સિંહના મોત અંગે સાવરકુંડલાથી લઈને મહુવા સુધીના ગામડાઓના મુખ્ય રોડ પર રાત્રીના કયું વાહન પસાર થયું તે અંગે ગામડાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં GJ12BW 4651નું વાહન નીકળ્યું હતું ને તે વાહનના અકસ્માતથી જ સિંહ મોતને ભેટ્યો હોય ને વાહન છેક કચ્છ જિલ્લામાં પહોંચ્યું હોય ને કચ્છ વનવિભાગના સહયોગથી સિંહના હત્યારા દ્રાઈવર રોશનસિંગ મૂળ જગપુરા રાજસ્થાનના હોવાનું જાણવા મળતા સાવરકુંડલા વનવિભાગ પહોંચીને સિંહના હત્યારા ને મુદ્દામાલ ટ્રક કન્ટેનર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ને સિંહનું મોત ક્યાં કારણે કેમ થયું કેવી રીતે અકસ્માત થયો તેવા મુદ્દાઓને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ વનવિભાગ સાવરકુંડલાએ આદર્યો છે.

અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 15 સિંહો અકસ્માતે વાહન હડફેટે કચડાઈને મોતને ભેટયા છે તેમાં પ્રથમ એવી ઘટના છે કે આ સિંહના અકસ્માત કરનાર આરોપી પકડાયા છે અન્ય 14 કેસોમાં હજુ કોઈ આરોપીઓ પકડાયા નથી પણ સાવરકુંડલા રેન્જ દ્વારા કાબિલેદાદ કામગીરી કરીને ત્રણ દિવસમાં સિંહના હત્યારા ને જડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ને સિંહના મોતના ગુન્હામાં 7 વર્ષની જેલ અને 25 હજાર દંડની જોગવાઈ હોવાનું વનવિભાગના અધિકારી ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું

Next Story