/connect-gujarat/media/post_banners/66098bb2b1d9c74efd0645c5aacb28c6aba222983daf9207610d809594655c71.jpg)
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હરીપરા ગામની વાડીમાંથી સોલાર પ્લેટની એક અઠવાડીયા અગાઉ ચોરી થઈ હતી, ત્યારે ખેડૂત સહિત સ્થાનિક આગેવાનોએ વહેલી તકે તસ્કરોને ઝડપી લેવા માટે પોલીસને રજૂઆત કરી હતી.
મળતી માહિતી અનુસાર, ધારી તાલુકાના હરીપરા ગામના ખેડૂતની સરસીયાની સીમમાં આવેલ વાડીએ તસ્કરો ત્રાટક્યા હતા, ત્યારે ખેતરમાં લગાવેલ સોલાર પેનલમાંથી 20 જેટલી પ્લેટ અને એક સ્ટાર્ટરની ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ખેડૂતે પોલીસ મથકે અરજી પણ કરી હતી. જોકે, બનાવના આજે 8 દિવસ વીતી ગયા બાદ પણ હજુ સુધી તસ્કરોની કોઈ માહિતી મળી નથી, ત્યારે હવે પોલિસ દ્વારા વહેલી તકે સોલાર પ્લેટની ચોરી કરનાર તસ્કરોનું પગેરું મેળવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂત સહિત સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે.