Connect Gujarat
ગુજરાત

અમરેલી: મોણવેલ ગામની સીમમાં શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાય જાતા મોત, 2 આરોપીની ધરપકડ

શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

X

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના પાણીયા રેંજના મોણવેલ ગામની રેવેન્યુની સીમમાંશાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના પાણીયા રેંજના મોણવેલ ગામે બે દીપડાના મોતથી વનવિભાગ દોડતું થયું હતું અને ગણતરીની કલાકોમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર બે યુવાનોને પકડી પાડ્યા હતા.મોણવેલ ગામની રેવેન્યુ સિમ વિસ્તારમાં શાહુડીના શિકાર માટે વાયરના ફાંસલા ગોઠવીને આરોપીઓએ શિકાર કરવાનો પ્રયાસ કરેલો જેમાં બે દીપડા ફસાઈ જતા બન્ને દીપડાના મોત નિપજ્યા હતા. આમામલે વનવિભાગે તપાસ શરૂ કરતા દેવશી ચારોલીયા અને ભોળા ચારોલિયાની ધરપકડ કરીને વાયરનો ફાંસલો, કુહાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે

Next Story