અમરેલી : ઉતરાખંડના નૈનીતાલથી વોન્ટેડ આરોપીની LCB પોલીસે કરી ધરપકડ...

3 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપીની ઉતરાખંડના નૈનીતાલથી અમરેલી LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અમરેલી : ઉતરાખંડના નૈનીતાલથી વોન્ટેડ આરોપીની LCB પોલીસે કરી ધરપકડ...

અમરેલી જિલ્લાના પ્રોહીબીશનના 3 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપીની ઉતરાખંડના નૈનીતાલથી અમરેલી LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી તથા ભાવનગર જીલ્લાનાં હિસ્ટ્રીશીટર ઇસમ એવા શિવરાજ ઉર્ફે મુન્ના વિછીંયાવાળા વિરૂદ્ધ વર્ષ 2016થી 2023 સુધીમાં ખૂન, હથિયાર ધારા, ફરજમાં રૂકાવટ, પ્રોહીબિશન ધારા, મહેફીલ સહિતના અમરેલી તથા ભાવનગર જીલ્લા તથા અમદાવાદ શહેરમા ગંભીર ગુન્હાઓ રજી. થયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રબારીકા ગામનો આ શખ્સ અગાઉ ગુજકોટોસિક જેવા ગંભીર ગુન્હા સાથે ત્રિપલ મર્ડર નો આરોપી હોય ને જામીન મળ્યા બાદ વિદેશી દારૂનું નેટવર્ક ઉભુ કરીને સાવરકુંડલા રુલર અને વંડા પોલીસ મથક નીચે 3 ગુન્હામાં ફરાર હતો. ત્રીપલ મર્ડર, ગુજકોટોસિક અને પ્રોહિબિશન સહિત અગાઉ પણ 10 જેટલા ગંભીર ગુન્હાઓ અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં નોંધાયેલા છે. મુન્ના રબારીકા પોલીસથી બચવા ઉતરાખંડના નૈનીતાલમાં છૂપાયો હોવાની બાતમીના આધારે અમરેલી LCB પોલીસે નૈનીતાલથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories