New Update
અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વની અનોખી ઉજવણી, એકબીજા પર હર્બલ ફટાકડા ફેંકવામાં આવે છે
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે અને જાણે રણ મેદાનમાં યુદ્ધ ખેલાતુ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે ત્યારે શું છે આ ઈંગોરીયા યુદ્ધ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં..
હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે અને જાણે રણભૂમીનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાઈ છે ઇંગોરીયાનું યુદ્ધ...રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રીના દેવળા ગેટથી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતનો મુક્ત મને આનંદ ઉઠાવે છે
ઇંગોરીયાનું યુધ્ધ જોવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ને આ જાણે રણભૂમિનું મેદાન હોય તેમ એકબીજા પર મુક્ત મને ઈંગોરીયા ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માણવા આવે છે
ઇંગોરીયા યુદ્ધનો લાહવો લેવા ધારાસભ્ય મહેશ કસવાળા અને માનવ મંદિરના સંત ભકિતબાપુ પણ ઇંગોરીયા ફટાકડા ફોડ્યા હતા અને ઇંગોરીયાની મજા માણી હતી. ઈંગોરીયા યુદ્ધની ઓળખ સાવરકુંડલા બની રહ્યું છે. કોઈપણ પ્રકારના જ્ઞાતિવાદ,જાતિવાદ વગર હળીમળીને હિન્દૂ મુસ્લિમો આ ઈંગોરીયા યુદ્ધ રમી રહ્યા હોવાનું ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું
ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે. પોલીસ, ફાયર, ડોક્ટરોની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે. ઈંગોરીયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે. આગના ગોળા એકબીજા પર ફેંકીની રમતનો નિર્દોસ આનંદ સાવરકુંડલાવાસીઓ ઉજવે છે
Latest Stories