Connect Gujarat
ગુજરાત

અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ

અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે

અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ
X

અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી જગતના તાતને વ્યપાક નુકશાની ગઈ છે પણ કમોસમી વરસાદે ઈંટોના ભઠ્ઠા ઉત્પાદકોની સ્થિતિ વધુ ડામાડોળ કરી હોય તેવી વિકટ સ્થિતિ ઈંટોના ભઠ્ઠા ધારકોની થઈ છે આ છે ખાંભા ગીરનું ઇંગોરાળા ગામ.કમોસમી માવઠાએ રાજ્યભરમાં ખેડૂતો પર કાળો કહેર વરસાવ્યો હોય તેમ ખેતીના પાકોને વ્યાપક નુકશાની કરી પણ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટોના ઉત્પાદકોની દશા સાવ કફોડી કરી નાખી છે.

ખાંભાના ઇંગોરાળામાં ઈંટો પકવવાના ભઠ્ઠાઓ વધુ છે ને ઈંટો પકવામાં માટે પહેલા કાચી ઈંટો તૈયાર કરીને પછી ઈંટો પકાવવાની હોય પણ છેલ્લા ત્રણ દિવસથી પડતા કમોસમી વરસાદે રીતસર કહેર વરસાવ્યો હતો અને મીની વાવાઝોડા સાથે કરા સાથેના વરસાદથી ઈંટ ઉત્પાદકોનું કાચું મટીરીયલસ સહિતની કાચી ઈંટો પલળી જતા ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા ધારકોની પરસેવાની મહેનત એળે ગઈ છે અને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. કમોસમી માવઠાથી ખેડૂતોના સર્વે કરવાના સરકારના આદેશો છૂટી ગયા છે ત્યારે ખેડૂતોની જેમ જ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે

Next Story