/connect-gujarat/media/post_banners/02c51ce3e80df66964f4c60d1098762ed319ecca11bc662d6b475b029b3d4032.jpg)
અમરેલી જિલ્લાના બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અમરેલી જિલ્લાના બગસરાના લુઘીયા ગામે ભારે વરસાદને લીધે 108 ન પહોંચતા ગામના સરપંચ તેમજ સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરમાં પાણીના પ્રવાહમાં બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. 108 દ્વારા પાણી ભરાયું હોવાના બહાનું બતાવી લુંધીયા ગામે પહોંચી ન હતી ત્યારે મહિલાને પ્રસૂતિની પીડા વધતા ગામ લોકોએ મહામુસીબતે ઘસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટરમાં બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે