અમરેલી: વિશ્વની સૌથી નાની ગાયનું ગાયત્રી પરિવારમાં આગમન

અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.

New Update
Advertisment
  • વિશ્વની સૌથી નાની ગાય એટલે પુંગનુર ગાય

  • આંધ્ર પ્રદેશમાં લુપ્ત થતી પ્રજાતિના રક્ષણ માટે કરાય છે પ્રાયસ 

  • ગુજરાતમાં સૌ પ્રથમવાર થયું પુંગનૂર ગાયનું આગમન

  • અમરેલીના ગાયત્રી પરિવારે ગાય અને નદી ખરીદ્યા

  • લુપ્ત થતી ગાયની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ   

Advertisment

અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.

ગુજરાતમાં ગીરકાંકરેજ,દેશી અને એચએફ અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પુંગનુર ગાય લાવવામાં આવી છે. આગાય વિશ્વની સૌથી નાની ગાયોમાં એક છે. ગાયત્રી આશ્રમમાં નંદી અને ગાયને લાવવામાં આવ્યા છે.બંનેની કિંમત 8 લાખ રૂપિયા છે.વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.

ગાયની આ જાતિ દરરોજ 3 લિટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ ગાય કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે સંવર્ધન કરવામાં આવશે અને અન્ય લોકોને આપવામાં આવશે.ગાયત્રી સંસ્કાર ધામના મેનેજિંગ ટ્રસ્ટી રતિદાદા મહેતાએ જણાવ્યું હતું કે, “આંધ્ર પ્રદેશના કાકીનાડામાં પુંગનુર ગાયની ખરીદી કરવામાં આવી છે.

અહીં ગાયની પૂજા અને અર્ચન કરવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે. બાદ આગામી દિવસોમાં ગાયની પ્રજાતિ અમરેલી જિલ્લાના લોકોને નિશુલ્ક આપવામાં આવશે.આ ગાય લાવવા માટે 80 હજાર રૂપિયા વાહન ભાડું આપવામાં આવ્યું છે. 8 લાખ રૂપિયામાં ગાયની ખરીદી કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજી પાસે આ પ્રજાતિની ગાય છે.ગુજરાતમાં પ્રથમ વખત ગાય લાવવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે ગાયની ઉંમર 9 માસ છે અને નંદીની ઉંમર 7 માસ છે. રોજ પાંચ કિલો લીલો અને સૂકો ચારો આપવામાં આવે છે. તેમજ 500 ગ્રામ ખાંડ આપવામાં આવે છે. સાથે જ ગોળ પણ ખવડાવવામાં આવે છે.

ગાયના દૂધનો ઉપયોગ પીવામાં પણ કરી શકાય છે. જોકે ગાયના દૂધનો વધુ ઉપયોગ તિરુપતિ બાલાજી મંદિરે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં આ ગાયના દૂધનો ભાવ 200 થી લઈ 500 રૂપિયા સુધીનો છે.ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે. તેમજ તેની લંબાઈ ત્રણ ફૂટથી ચાર ફૂટ હોય છેજેથી આ ગાય ખુબ જ પ્રખ્યાત છે. દિવસમાં ત્રણથી પાંચ લીટર સુધી આ ગાય દૂધ આપે છે. ગાયના દૂધના 3 થી 3.35 ટકા ફેટ આવે છે.

 

Latest Stories