New Update
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ પણ મતદાન કેન્દ્ર પહોચી મતાધિકારની ફરજ નિભાવી હતી.
આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ જૈન સમાજના અધ્યક્ષ રમેશ શાહે અંબાલાલ બાલશાળા ખાતે એમ્બ્યુલન્સ મારફતે પહોચી મતદાન કર્યું હતું. રમેશ શાહ બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ 48 કલાકમાં જ મતદાન કરવા મતદાન મથકે પહોચ્યા હતા, ત્યારે મતદાન એ આપણાં સૌની ફરજ છે, અને સૌએ અચૂક મતદાન કરવું જોઈએ તેવી પણ રમેશ શાહે લોકોને અપીલ કરી હતી.
Latest Stories