આણંદ: વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત,મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

New Update
  • વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ હતી દુર્ઘટના

  • પથ્થર બેસાડવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

  • પથ્થરોની નીચે શ્રમિકો દબાયા હતા 

  • 3 શ્રમિકોએ ગુમાવ્યા જીવ

  • NHSRCL દ્વારા આર્થિક સહાયની કરાઈ જાહેરાત   

આણંદ જિલ્લાના વાસદ નજીક અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,આ ઘટનામાં NHSRCL દ્વારા આર્થિક સહાયની જાહેર કરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 4 શ્રમિકો દટાયા હતા.સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

અને પોલીસ તંત્ર સહિતનો કાફલો બચાવ કામગીરી અર્થે દોડી આવ્યો હતો.જેસીબી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે એકને ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 20 લાખની સહાયતા પ્રદાન કરવાનું સોશિયલ મિડીયાના માધ્યમથી જણાવ્યું હતું.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.