-
વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ હતી દુર્ઘટના
-
પથ્થર બેસાડવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત
-
પથ્થરોની નીચે શ્રમિકો દબાયા હતા
-
3 શ્રમિકોએ ગુમાવ્યા જીવ
-
NHSRCL દ્વારા આર્થિક સહાયની કરાઈ જાહેરાત
આણંદ જિલ્લાના વાસદ નજીક અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,આ ઘટનામાં NHSRCL દ્વારા આર્થિક સહાયની જાહેર કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 4 શ્રમિકો દટાયા હતા.સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
અને પોલીસ તંત્ર સહિતનો કાફલો બચાવ કામગીરી અર્થે દોડી આવ્યો હતો.જેસીબી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે એકને ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 20 લાખની સહાયતા પ્રદાન કરવાનું સોશિયલ મિડીયાના માધ્યમથી જણાવ્યું હતું.