Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા

અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કડક વાહન ચેકિંગ, હથિયારો સાથે 5 આરોપીની ધરપકડ

X

અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક રથયાત્રાને લઇ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક રિક્ષાને રોકીને તેમાં તલાસી લેતા હથિયાર સાથે 5આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક રથયાત્રાને લઇ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૦૦૫૧ કે જેમાં ૪ લોકો સવાર હોય તેને રોકી તલાસી લેતા રીક્ષાની સીટની નીચે તપાસ કરવામાં આવતા એક ચપ્પુ,ગન લાઈટર સહિતની પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રીક્ષા ચાલકની મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ ન આપતા પોલીસે ભરૂચના દાંડિયા બહારમાં રહેતા રિક્ષા ચાલક અજય મકવાણા, રિક્ષામાં સવાર લાલ મકવાણા,શિવમ મકવાણા,માનવ ચૌહાણ,રાહુલ પંચાલ સહિતના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કડક વાહન ચેકિંગ

હથિયારો સાથે 5 આરોપીની ધરપકડ

Next Story