અંકલેશ્વર: ઓફિસોમાં લાગેલ ACના આઉટડોરમાંથી કોપરની ચોરી કરતી ગેંગ ઝડપાય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસની કાર્યવાહી,કોપરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી , ACના આઉટ ડોર યુનિટમાથી કોપરની કરાતી હતી ચોરી

New Update
અંકલેશ્વર: ઓફિસોમાં લાગેલ ACના આઉટડોરમાંથી કોપરની ચોરી કરતી ગેંગ ઝડપાય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રોશની પ્લાઝા કોમ્પલેક્ષમાં 28 એસી આઉટરના કોપર પાઇપ ચોરી કરતી ટોળકીના ચાર સાગરીતોને મુદ્દા માલ સાથે પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે વાલિયા છોડકી નજીક કેટલાક ઇસમો ચોરીના કોપરના જથ્થાનું વેચાણ કરવાના ઇરાદે ફરી રહ્યા છે જેના આધારે પોલીસે ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસે રહેલ થેલામાં તપાસ કરતા કોપરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરતા રોશની પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ઓફિસોમાં લાગેલા 28 એસીના આઉટડોરમાં લાગેલી કોપરની પાઇપો કાપી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેના પગલે શહેર પોલીસે 4 આરોપીઓ કિશન ગોડ ,અંકુશ જૈન, રાજુ થાપા અને રામચંદ્ર ગુપ્તાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.