ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સ્થિત હસ્તી તળાવ નજીક આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ રાજ્ય સરકાર દ્વારા ગામના તથા આજુબાજુના ગામોને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં તબીબ, પરિચારિકાની ટીમ સતત કાર્ય કરે છે, ત્યારે અંકલેશ્વરના સ્થાનિકો પણ રાજ્ય સરકારની સેવાનો વધુમાં વધુ લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેર સ્થિત હસ્તી તળાવ નજીક આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલેશ્વર વિભાગ-2નું ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લા, આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારી અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.