અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું ઓનલાઈન પ્રદર્શન યોજાયું...

તાલુકા કક્ષાની સરકારી શાળાનું શૈક્ષણિક પ્રદર્શન યોજાયું, 45 સરકારી શાળાના વિદ્યાર્થી-શિક્ષકો ઓનલાઇન જોડાયા

New Update
અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું ઓનલાઈન પ્રદર્શન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકા કક્ષાની સરકારી શાળાનું શૈક્ષણિક પ્રદર્શન યોજાયું

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ પ્રદર્શનમાં તાલુકા કક્ષાની 45 જેટલી સરકારી શાળાઓના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમવાર જ કોઈ ખાનગી શાળામાં સરકારી શાળાનું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના આયોજનમાં 45 માર્ગદર્શક શિક્ષકો પણ ઓનલાઇન જોડાયા હતા. ઉપરાંત 45 જેટલી કૃતિ પ્રદર્શનીમાં વિજેતાઓને પ્રોત્સાહન પારિતોષિકો એનાયત કરાયા હતા. સાથે જ પબ્લિક સ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર હાર્દિક બેલડીયા, શાસનાધિકારી ભારત સલાટવાલા, તાલુકા પ્રાથમિક અધિકારી તરુણ ચૌધરી, રોટરી ક્લબના પ્રમુખ જીગ્નેશ પટેલ તથા સમાજ સેવિકા મીરા પંજવાણી, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા, BRC કોઓર્ડીનેટર અમીના પઠાણ અને ગજેન્દ્ર પટેલ સહીત શાળાના આચાર્ય, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories