અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.

અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોએ પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણ દિવસની ઉજવણી હતી.

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણ સભામાં તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું, અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારથી દર વર્ષે તા. ૨૬ નવેમ્બરના રોજ દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલ, શરિફ કાનુગા, જગતસિંહ વાસદીયા, મુકેશ વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#Congress #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #celebrates #Dr. Babasaheb Ambedkar #tributes #Constitution Day
Here are a few more articles:
Read the Next Article