અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સંકુલ ખાતે તારીખ 6 થી ૮ દરમિયાન એકસ્પોનું આયોજન, 250 જેટલા સ્ટોલ્સ લાગશે

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસો. તરફથી કરાયું છે આયોજન, કોરોનાની ગાઇડલાઇનનું કરવામાં આવશે સંપુર્ણ પાલન

New Update
અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સંકુલ ખાતે તારીખ  6 થી ૮ દરમિયાન એકસ્પોનું આયોજન, 250 જેટલા સ્ટોલ્સ લાગશે

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન તારીખ 6 થી 8 દરમિયાન ડી.એ. આનંદપુરા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વખતે સ્ટોલ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર તથા પાનોલીને કેમિકલ, ફાર્મા, એન્જિનીયરીંગ તથા ઇલેકટ્રીક ક્ષેત્રના ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દેશના અન્ય વિસ્તારોના ઉદ્યોગો સાથે સંકલન સાધી શકે તથા ટેકનોલોજીનું આદાનપ્રદાન થઇ શકે તે માટે દર વર્ષે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 6 થી ૮ દરમિયાન એકસ્પો યોજાશે જેમાં આ વર્ષે 250 સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના વન-પર્યાવરણ મંત્રી જગદીશ પંચાલ,વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સમારંભમાં બેસ્ટ એકસપોર્ટ તેમજ હાયર મેન્યુફેકચરીંગ ટર્નઓવર પ્રતિયોગિતા અંતર્ગત ઉદ્યોગોને એવોર્ડ એનાયત કરવામાં આવશે.હાલ કોના મહામારી ચાલી રહી છે ત્યારે કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

Latest Stories