Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: SDM નૈતિકા પટેલની બદલી થતા ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયો વિદાય સમારોહ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો

X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો.

છેલ્લા ૧૧ માસથી અંકલેશ્વર પ્રાંત અધિકારી તરીકે નૈતીકા પટેલ ફરજ બજાવે છે જેઓની બદલી કરવામાં આવી છે જયારે આઈ.એ.એસ. નીતીષા માથુરની અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો જેમાં બદલી લઇ રહેલ પ્રાંત અધિકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર નીતીષા માથુરને આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપ પ્રમુખ હરેશ પટેલ,પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી,મહેશ પટેલ,એન.કે.નાવડીયા,ચંદુ કોઠીયા,ગવર્મેન્ટ લાયઝન કમિટીના ચેરમેન પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનો અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story