અંકલેશ્વર : 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ

રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે.

New Update
અંકલેશ્વર : 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ

રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે. નવી યોજના અંગે અંકલેશ્વર પાલિકાની ખાસ સામાન્યસભા મળી હતી.

અંકલેશ્વરમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર બાબતે ખાસ સામાન્યસભા બોલાવવામાં આવી હતી. તારીખ 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ,પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માં 31 મી મે 2022 સુધી એડવાન્સ ટેક્સ ભરપાઈ પર 10 % વળતર મળશે. મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોવાના કારણે બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હોય છે. પાલિકાની આવકમાં વધારો થાય તે માટે આ નવી પ્રોત્સાહક યોજના અમલમાં મુકવામાં આવી છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં યોજનાના અમલીકરણને બહાલી આપી દેવાય છે.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.