Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો-વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસ સજ્જ, ઠેર ઠેર વાહનોનું સઘન ચેકિંગ...

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે પોલીસ વિભાગને આદેશ આપ્યા છે...

X

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે પોલીસ વિભાગને આદેશ આપ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે. અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે વાહન ચેકિંગ સહિત સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ પોલીસ વિભાગ સતર્ક થયી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યભરમાં પોલીસે મુખ્ય ચોકડીઓ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, ત્યારે આચારસંહિતાની કડક અમલવારી માટે અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ પણ એક્સન મોડમાં આવી ગઈ છે, ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી નજીકથી પસાર થતાં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચૂંટણી દરમ્યાન ગેરકાયદે પ્રવૃતિઓ પર રોક લગાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી વાહનોની એન્ટ્રી કરી હતી.

Next Story