/connect-gujarat/media/post_banners/4e14e68e40f6188f925db7cfaa782929ede4760f191882ee6b7628cd00b3efe0.webp)
આગામી તા.26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. તે બાદ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે. એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણી પીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે. આગામી તા.26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/10/mgr-2025-07-10-09-06-01.jpg)