/connect-gujarat/media/post_banners/a5e58efa4dfe688cfe2d312a9bc227a1c1f70eb412db458948374003c93aa3cc.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે સર્વોદયનગર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્પોર્ટ્સ સંકુલથી ભવ્ય બાઈક રેલી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી અરવલ્લી જિલ્લા કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કમલમ કાર્યાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. કમલમ નજીક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા લોકશાહીના મહાપર્વની રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.