અરવલ્લી : શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોને આર્થિક ફટકો,કોડીના ભાવે ટામેટા વેચવા બન્યા મજબૂર

અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતો માટે આર્થિક નુકસાની સહન કરવી પડી છે.જેમાં ખાસ કરીને ટામેટાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

New Update
  • ખેડૂતોના હાલ થયા બેહાલ

  • ઠંડીની મોસમમાં ટામેટાના ભાવ ગગડ્યા

  • ટામેટાનું મબલખ ઉત્પાદન પરંતુ ભાવ ન મળ્યા

  • કોડીના ભાવે ટામેટા વેચતા ખેડૂતો  

  • ઢોરને ચારામાં ખેડૂતો આપી રહ્યા છે ટામેટા

Advertisment

અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતો માટે આર્થિક નુકસાની સહન કરવી પડી છે.જેમાં ખાસ કરીને ટામેટાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અને ખેડૂતો ટામેટાની ખેતી બંધ કરવા મજબૂર બનીને કોડીના ભાવે ટામેટા વેચી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં આશરે 1000 થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે,પરંતુ બજારમાં ભાવ ન મળતા ટામેટાની ખેતી કરતા ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેના કારણે ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે.શાકભાજીના બજારમાં ટામેટા રૂપિયા 20 કિલો સુધી વેચાય છે.જ્યારે ખેડૂતો ફક્ત રૂપિયા 2 કિલોના ભાવથી વેચવા મજબૂર બન્યા છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ધનસુરા તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને એક વીઘામાં 25000 થી વધુનો ખર્ચ થાય છે,પરંતુ ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા બજારમાં ટામેટા વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટામેટા ખવડાવવા પણ મજબૂર થયા છે.

 

Latest Stories