Connect Gujarat
ગુજરાત

અરવલ્લી:મેઘરજ અને શામળાજીમાં ધોધમાર વરસાદ, બેન્ક અને પેટ્રોલપંપમાં પણ પાણી ફરી વળ્યા

અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે

X

અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે.

સમગ્ર રાજ્યમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે.અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે નગરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, આંબાવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ યાત્રાધામ શામળજીમાં ધોધમાર વરસાદથી જળ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું. બસ સ્ટેશન પરિસર સહિત મંદિર મંદિર જવાના માર્ગ પર કેડસમા પાણી ભરાયા હતા. બજારમાં આવેલ બેન્ક અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના પગલે ભારે નુકશાન થયું હતું. અરવલી જીલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે ત્યારે તંત્ર દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Next Story