/connect-gujarat/media/post_banners/3e4ee1b653fa9965cc92569cd6ec7a28a5297aca04eb6f4cd9ea4cc7376ac3f7.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે 2 ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે વાહનોમાં આગ લાગતાં 2 લોકો ભડથું થયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.Aravalli: Triple accident between 2 trucks and a car, 2 people on fire
મળતી માહિતી અનુસાર, અરવલ્લીના મોડાસા તાલુકાના આલમપુર ગામ નજીક મોડાસા-નડિયાદ હાઈવે પર 2 ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે, ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ભયાનક ટ્રિપલ અકસ્માતના પગલે ઘટના સ્થળે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી વાહનમાંથી ભડથું થઈ ગયેલ 2 મૃતદેહો પણ બહાર કાઢ્યા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં વધુ 3 લોકો પણ આગની ઝપેટમાં આવી મોતને ભેટ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઉપરાંત હાઈવે પર સર્જાયેલી ગંભીર ઘટનાના પગલે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.