બનાસકાંઠા : રાજસ્થાન ચેકપોસ્ટ પરથી 500 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.

New Update
બનાસકાંઠા : રાજસ્થાન ચેકપોસ્ટ પરથી 500 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસે 5 હજાર 9 સૌ 99 જેટલી બોટલો કુલ 44 લાખ 72 હજારનો મુદ્દામાલ જપ્ત લઈ અમીરગઢ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત રાજસ્થાન બોડર ચેકપોસ્ટ પરથી અનેકવાર મોટાપ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. બુટલેગરો અનેકવાર અવનવા કિમીયા રચી ગુજરાતમાં દારૂ ઘુસડવાના પ્રયત્નો કરતા હોય છે. પોલીસ સર્તકતાને કારણે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. જેમાં આજે ગુજરાત રાજસ્થાન માવલ બોડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન તરફથી કન્ટેનર નંબર Rj14Gf4356 ચેક કરતા અમીરગઢ પોલીસે મોટી પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. જેમાં કન્ટેનરમાં થી 500 પેટી 5 હજાર 9 સૌ 99 જેટલી બોટલો અમરગઢ પોલીસે જપ્ત કરી દારૂની કિંમત 34 લાખ 55 હજાર 600 રૂપિયા સહિત 44 લાખ 72 હજારનો કુલ મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories