બનાસકાંઠા : ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં ડીસાના વિદ્યાર્થીએ રૂ. 9.97 લાખ ગુમાવ્યા, રાજસ્થાનથી 4 શખ્સોની ઘરપકડ

મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા

New Update
  • ડીસાના એક વિદ્યાર્થી સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી

  • લીંક મારફતે સસ્તામાં ગેમિંગ મશીન આપવાની લાલચ

  • યુટ્યુબ લીંકમાં વિદ્યાર્થીએ રૂ. 9.97 લાખ ગુમાવવા પડ્યા

  • સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાય છેતરપીંડીની ફરિયાદ

  • પોલીસે રાજસ્થાનથી 4 શખ્સોની ઘરપકડ કરી તપાસ આદરી

બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિદ્યાર્થીએ યુટ્યુબની લીંક મારફતે ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં રૂ. 9.97 લાખ ગુમાવ્યા હતા. છેતરપીંડીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી 4 શખ્સોની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા અને યુટ્યુબની લીંક મારફતે અનેક લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. જોકેસરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં ફસાતા હોય છેત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. ડીસા ખાતે રહેતા વિદ્યાર્થીએ ગેમિંગ મશીન સસ્તું આપવાની યુટ્યુબની લિંક મારફતે જાહેરાત જોઈ હતી. જે મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતીઅને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓ કેજેઓ પણ વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આરોપીએ યુટ્યુબ લીંક મારફતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે જાહેરાત લિંક બનાવી હતીઅને તેમાં તેમનો નંબર પણ આપ્યો હતો. આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતોઅને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા હતાઅને ઓટીપી મેળવી રૂ. 9.97 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતા તેના પિતાને દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનું માલૂમ પડ્યું હતું.

ત્યારબાદ વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓના લોકેશન મેળવ્યા હતા. જેમાં રાજસ્થાનના જયપુરથી જુગલ ભાગીરથ સુથારદીપક ભાગીરથ સુથારસુનિલ ઉર્ફે સેન્ડી જાટ અને પ્રદીપ જાટ નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેચારેય આરોપીઓ પણ વિદ્યાર્થી છેઅને તેઓGPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. જોકેપૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી તેઓ છેતરપિંડી આચરતા કાયદાના ચુંગલમાં ફસાઈ ગયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.