New Update
અંબાજી - દાંતા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અંબાજી દાંતા માર્ગ પર લક્ઝરી બસે મારી પલટી
અંબાજી તરફથી દાંતા તરફ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત
અકસ્માત સર્જાતા માર્ગ મુસાફરોની ચીખોથી ગુંજી ઉઠ્યો
3 લોકોના કરૂણ મોત તો 25 થી થયા ઇજાગ્રસ્ત
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,બસ પલટી મારી જતા 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી રોડ પર દોડતી એક ખાનગી ટ્રાવેલ્સની બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો,અંબાજીથી મુસાફરોથી ભરેલી બસના ચાલકે ત્રિશુળીયા ઘાટમાં બસને બેદરકારી પૂર્વક હંકારતા બસ પલટી મારી ગઈ હતી,અચાનક સર્જાયેલી ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોથી ડરની ચીખો નીકળી ગઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો,જ્યારે બસમાં સવાર 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા,અને 25 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બસના ચાલકે ગંભીર બેદરકારી રાખીને બસને બેફામ હંકારતા અકસ્માત સર્જાયો હોવાનું બસના મુસાફરોએ રોષપૂર્વક જણાવ્યું હતું.ઘટના અંગે અંબાજી પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories