બનાસકાંઠા : ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા અમદાવાદના ઠગબાજની ધરપકડ, રૂ. 3.33 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો.

New Update
બનાસકાંઠા : ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા અમદાવાદના ઠગબાજની ધરપકડ, રૂ. 3.33 લાખનો મુદામાલ જપ્ત

વિવિધ બેંકના ATM સેન્ટર પર ખાતેદારને મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર અમદાવાદના શખ્સની બનાસકાંઠા પોલીસે અલગ અલગ બેંકના 209 ATM કાર્ડ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો. ATM કાર્ડ બદલી લોકો સાથે છેતરપિંડી કરનાર અમદાવાદના ભેજાબાજને વડગામ પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 209 ATM કાર્ડ મળી ઉપરાંત રૂ. 3.33 લાખનો મુદામાલ રીકવર કરી 27થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી સિફત પૂર્વક ATM કાર્ડ બદલી કોડ જાણી ગ્રાહકના નાણાં ઉપાડી પત્ની સહિત પરિવારજનોના ખાતામાં નાણા જમાં કરી દેતો હતો. આરોપીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં છેતરપિંડી આચરી લોકોને ચુનો ચોપડ્યો છે. વડગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આરોપીને શોધવા જુદી જુદી કવાયત દરમિયાન ડી-માર્ટમાં તપાસ કરતા તે કારમાં બેસતો જોવા મળ્યો હતો. જે બાદ કાર નંબરના આધારે તપાસ કરતા કાર મહેસાણાના કોઈ વ્યક્તિની નીકળી, તેને પૂછતા તેણે કાર શોરૂમમાં વેચી હોવાનું કહ્યું, શોરૂમ પાસેથી જાણવા મળ્યંી કે, જુહાપુરાના કોઈ વ્યક્તિએ કાર ખરીદી છે. પોલીસે યુક્તિથી જુહાપુરાના વ્યક્તિને બોલાવ્યો પણ એ નહોતો. આથી પોલીસે તેને CCTVનો વિડીયો બતાવીને પૂછતા આરોપીને ઓળખી બતાવ્યો અને આ રાજુ છે તેમ કહી તેના લાઈવ લોકેશન મેળવતા તે વડગામ પોલીસના હાથે શિહોરી નજીકથી ઝડપાયો હતો, ત્યારે હાલ તો પોલીસે ભેજાબાજ ઠગબાજની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories