બનાસકાંઠા:વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અંદાજીત 74 ટકા નોંધાયું મતદાન

વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાઇ રહી છે,આજે સવારે 7 કલાકે શરૂ થઈ હતી મતદાન પ્રક્રિયા

author-image
By Connect Gujarat Desk
New Update
Vav assembly by-election
Advertisment

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.અને મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સાંજે કલાક સુધીમાં 67.13 ટકા મતદાન નોંધાયું હતુ. 

Advertisment

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાઇ રહી છે,આજે સવારે કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જાણવા મળ્યા મુજબ સાંજે કલાક સુધીમાં 67.13 ટકા મતદાન નોંધાયું હતું,અને સાંજે કલાકે મતદાન પૂર્ણ થવાના સમય સુધીમાં અંદાજીત 74 ટકા આસપાસ મતદાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે હાલ તો તમામ ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે,જોકે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરે છે,જ્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અને અપક્ષ ઉમેદવારી કરનાર માવજી પટેલ બંને રાજકીય પાર્ટીઓનો ખેલ બગાડે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

અને કોંગ્રેસ ભાજપનું ગણિત ખોટું પાડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.હવે જંગે ચઢેલા ત્રણ બળિયામાંથી કોનો સંઘ કાસીએ પહોંચશે તે તો મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.

Latest Stories