New Update
/connect-gujarat/media/post_banners/428e8d8e7005a9fd736568c8792675bdb6030083d7ecb730ee0f0417f3af0713.jpg)
બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પરથી લાખો રૂપિયાની કિંમતનું ચરસ ઝડપાયું છે. SOG પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમીરગઢ બોર્ડર પરથી ચરસના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે. જે બાતમીના આધારે SOG પોલીસે ચેકિંગ દરમ્યાન આવતી કારને થોભાવી તેમાં તપાસ કરતાં કારમાંથી 15 કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું, ત્યારે પોલીસે ઈસમની વધુ પૂછપરછ કરતાં તે હિમાચલ પ્રદેશનો હોવાનું જણાવ્યુ હતું.
જોકે, 15 કિલો ચરસની અંદાજીત કિંમત રૂપિયા 50 લાખથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે અમીરગઢ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હિમાચલના ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.