બનાસકાંઠા: રાજસ્થાન નજીકની બોર્ડર પરથી રૂ.7 કરોડની રોકડ ઝડપાય,નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું !

ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

બનાસકાંઠા નજીકથી મોટી રોકડ ઝડપાય

રાજસ્થાન બોર્ડર પરથી રૂ.7 કરોડની કેસ ઝડપાય

કેશ ગણવા મશીન મંગાવવું પડ્યું

મહેસાણાના 2 ઇસ્માઓની ધરપકડ

હવાલા કૌભાંડ હોવાની આશંકા

ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલ રાજ્સ્થાનની માવલ ચેકપોસ્ટ પર હવાલા નેટવર્ક પર પોલીસે મોટી સફળતા હાસલ કરી છે. કારમાં સાત કરોડથી વધુ રકમ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યાં હતા. દિલ્લીથી અમદાવાદ જઈ રહેલ એક કારને માવાલ ચેકપોસ્ટ પર રોકી હતી. જેના પર શંકા જતા તેમાં વધુ તપાસ કરવામાં આવતાં કારમા ભારે માત્રામાં રોકડ રકમ છુપાવીને લઈ જવામાં આવી રહી હતી. કાર ચાલક અને તેની સાથે રહેલા ઈસમને રોકડ રકમ વિષે પૂછતાં તેઓએ પોલીસને કોઇ સંતોષકારક જવાબ ના આપતા અને રોકડ રકમની કોઇ પુરાવા પણ ના બતાવતા આથી રાજ્સ્થાન પોલીસ દ્વારા રોકડ રકમ ભરેલ કારને રિકકો પોલિસ સ્ટેશનમાં લઈ જઈ રકમને ગણતરી કરવાની તજવીજ હાથ ધરતાં રકમને ગણવા માટે બેંકથી મશીન લઈ ગણતરી કરવામા આવી હતી.જોકે ગણતરી કરતા કારમાં લઈ જવામાં આવી રહેલ રકમ સાત કરોડ એક લાખ નવસો નવ્વાણું રૂપિયા મળી આવ્યાં હતાં. આથી કારમાં ગેરકાયદેસર ભારે માત્રામાં રોકડ રકમ લઈ જનાર ઇસમો મહેસાણાના રહેવાસી સંજય રાવલ અને દાઉદ સિંધીની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે આરોપીઓ આ રકમ ક્યાંથી લાવવામાં આવી અને કોને ડીલીવરી આપવાની હતી તેની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.
#Gujarat #CGNews #Banaskantha #found #money #Cash #Crores #Rajasthan border
Here are a few more articles:
Read the Next Article