-
પાલનપુરની કર્ણાવત કોલેજમાં વિવાદમાં આવી
-
કેટલીક શિક્ષિકાઓએ વિધર્મ અંગે આપ્યું નિવેદન
-
વિવાદાસ્પદ નિવેદન મામલે મુસ્લિમ સમાજમાં રોષ
-
કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર અપાયું
-
વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રહ્યા ઉપસ્થિત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ દરમ્યાન કેટલીક શિક્ષિકાઓએ વિધર્મી અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, ત્યારે વિધર્મી વિષય પર અપાયેલ વિવાદાસ્પદ નિવેદનથી મુસ્લિમ સમાજની લાગણી દુભાય હોવાનો કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે પૂર્વ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ગુનો દાખલ ન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક ગુનો દાખલ કરી વિવાદાસ્પદ નિવેદન આપનારની ધરપકડ કરવા રજૂઆત કરાય હતી.