Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ભૂમીપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લિટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લિટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા, 1 લાખ લિટર પ્રતિદિન આઈસક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે

Next Story