બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરી મચી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે ટ્ર્કો વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો.
આગની વિકરાળ જ્વાળામાં આ વ્યક્તિ બળીને ભડથું થઈ જતાં તેનું મોત થયું છે. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી. જોકે, તેનો આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ પણ થયો હતો. ઘટનાને પગલે પોલીસ તત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
બીજી તરફ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા પાલનપુર નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ચપેટમાં આવેલી બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.