Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: ભાદરવી પુર્ણિમા નિમિત્તે અંબાજી જતાં યાત્રીઓ માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાય

ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે

X

ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરીને તો અન્ય રીતે લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.આ યાત્રિકો અને માઈભક્તો માટે અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરતું આયોજન સરસ રીતે કર્યું છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાંચ ડોમ બનાવવામાં આવ્યા છે જ્યાં યાત્રીકો શાંતિથી આરામ કરી શકે છે.આ ડોમ કામાક્ષી મંદિર, પોલીસ સ્ટેશન, દાંતા રોડ અને પાન્છા જેવી જગ્યાએ બનાવાવમાં આવ્યા છે. જ્યાં પલંગ- ગાદલા સહિતની સુવિધાઓ સાથે વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story