ડીસાના ધારાસભ્યને મળ્યું મંત્રી પદ
નવનિયુક્ત મંત્રીએ કર્યા માઁ અંબાના દર્શન
મંત્રીએ માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
રાજ્યની શાંતિ,સમૃદ્ધિ,સુખાકારી માટે કરી પ્રાર્થના
કામગીરીની શુભમુહૂર્તમાં કરી શરૂઆત
ગુજરાત રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય પ્રવીણ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપ્યું છે. આજરોજ મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના પાવન દર્શન કરીને માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું, તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રવીણ માળીને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે.