ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા સાવધાન! સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવા પોલીસને આદેશ કરાયો...

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.

New Update

વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું કરવું પડશે પાલન

ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે તો હવે ખેર નથી  

વાહન વ્યવહાર કમિશનર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ માટે સૂચના અપાઈ 

ટ્રાફિક પોલીસ કરશે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ

વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું કરવું પડશે પાલન  

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્મેટ વગર ટુ વ્હીલર વાહન હંકારતા વાહન ચાલકો સામે ટીપણી કરી હતી.અને ત્યારબાદ પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી હતી.જેના ભાગરૂપે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે,જેમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ કરવા માટે જણાવવામાં આવ્યું છે.ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટના નિયમનું  ચુસ્ત પણે પાલન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.અને આ અંગે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ કરવા માટે પોલીસને સૂચન કરવામાં આવ્યું છે.
Latest Stories