Connect Gujarat
ગુજરાત

ભરૂચ: રૂપાણી સરકારના 5 વર્ષ નિમિત્તે નારી ગૌરવ દિનની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત

રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, નારી ગૌરવ દિવસની ઉજવણી.

X

ભરૂચ શહેરમાં આવેલ પંડિત ઓમકારનાથ હૉલ ખાતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અઘ્યક્ષતામાં નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરુચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અઘ્યક્ષતામા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ કરાયુ હતું.આ કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 10 બહેનોના મહિલા મંડળને 1-1 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, આગેવાન દિવ્યેશ પટેલ, કલેકટર ડો.એમ.ડી.મોડીયા,પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ અને તેમજ આમંત્રિતોઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it