ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને AAPનું વિરોધ પ્રદર્શન, ભ્રષ્ટાચારના આક્ષેપ

આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • ભરૂચ આપનું વિરોધ પ્રદર્શન

  • બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ

  • નગરપાલિકામાં કરાય  રજુઆત

  • ઉગ્ર આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગોના પ્રશ્નો નગરપાલિકા કચેરી અને માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાના કામોમાં મોટા પાસે ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો છે જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આરસીસી રોડ બે વર્ષ પણ ટક્યા નથી અને વરસાદમાં ધોવાઈ ગયા છે.જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે એની સામે જે સુવિધા આપવામાં આવે છે તેની સામે તેઓએ પ્રશ્નો ઊભા કર્યા હતા. દસ દિવસમાં જો માર્ગોનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories