Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લાની આંગણવાડી મહિલા વર્કરોને પડતી મુશ્કેલીઓ, વિવિધ પડતર પ્રશ્ને આંગણવાડી મહિલા વર્કરો પાઠવ્યું આવેદન.

X

ભરૂચ જિલ્લાની આંગણવાડી મહિલા વર્કરોને પડતી મુશ્કેલીઓ તેમજ વિવિધ પ્રશ્નો સાથે સરકાર દ્વારા આપવામાં આવેલ તકલાદી મોબાઈલ ફોનના મુદ્દે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ રાગિણી પરમારની આગેવાની હેઠળ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીની બહેનોના વિવિધ પડતર પ્રશ્નો તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ તકલાદી મોબાઈલ ફોન અને તેમાં પણ અંગ્રેજી ભાષામાં પોષણ ટ્રેકર એપને ઇન્સ્ટોલ કરવાના આદેશના મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story
Share it