ભરૂચ: જાહેર માર્ગો પર રખડતા પશુઓનો જમાવડો, અકસ્માતની સેવાતી ભીતિ

તંત્ર પશુઓને પાંજરાપોળ ખસેડે એવી માંગ, અગાઉ અનેક વખત બની ચૂક્યા છે અકસ્માતના બનાવો.

ભરૂચ: જાહેર માર્ગો પર રખડતા પશુઓનો જમાવડો, અકસ્માતની સેવાતી ભીતિ
New Update

ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે અને તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા જ જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓ અડિંગો જમાવતાં હોવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ભરૂચમાં અગાઉ જાહેર માર્ગો પર રખડતાં ઢોરોએ અનેક રાહદારીને અડફેટે લીધા હતા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીને આખલાએ અડફેટે લઇ જમીન ઉપર પટકાવતા તેનું મોત પણ નીપજ્યું હતું ત્યારબાદ ભરૂચ નગર પાલિકાએ જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પાંજરે પૂરવા માટે દેખાવા પૂરતી કામગીરી કરી હતી અને તાજેતરમાં બે દિવસથી વરસાદ વરસતા ભરૂચના જાહેર માર્ગોઉપર પુનઃ પશુઓ અડિંગો જમાવી રહ્યા છે અને તેમાંય ખાસ કરીને ભરૂચ કલેકટર કચેરી નજીકના સર્કલ તથા કોર્ટ રોડ ઉપર જાહેરમાર્ગો પર મોટી સંખ્યામાં પશુઓ નજરે ચઢે છે ત્યારે રખડતા પશુઓને હટાવી પાંજરાપોળમાં ખસેડવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

#Bharuch #Connect Gujarat #Bharuch News #Bharuch Nagar Palika #Animals on Road #Connect Gujarat News #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article