Connect Gujarat
ગુજરાત

ભરૂચ:વેપારી ૩મહીનાથી ગુમ થતા કપડાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં

ભરૂચની બાયપાસ ચોકડી નજીકની ઘટના, કપડાનો વેપારી કપડાનો મોટો જથ્થો મૂકી બન્યો લાપતા.

X

ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલ ફ્લાય ઓવર બ્રિજની નીચે કપડાનો વેપારી મોટા પ્રમાણમાં કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી ગુમ થતા કપડાના જથ્થામાં આગ ફાટી નીકળે એવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

ભરૂચ-દહેજને જોડતા બાયપાસ ચોકડી નજીકના ફ્લાય ઓવર બ્રિજ નીચે કેટલાક ગરીબ અને શ્રમજીવી પરિવારો વસવાટ કરી રહ્યા છે પરંતુ બાયપાસ ચોકડી નજીક આવેલ પોલીસની કેબીન નજીકમાં જ કોઈ વેપારી પોતાનો કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી લાપતા બન્યો છે જેના કારણે આ કપડાંના જથ્થામાંથી જરૂરિયાત મંદ લોકો કપડાં લઈ પણ જાય છે પરંતુ તાજેતરમાં વરસેલા વરસાદના કારણે કપડા ભીના થઇ જવાના કારણે બિન ઉપયોગી બની ગયા છે જેના કારણે મોટી માત્રામાં કપડાનો જથ્થો ફ્લાય ઓવર બ્રિજ નીચે બિન ઉપયોગી થતા નજીકમાંથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકો દ્વારા બીડી કે સિગારેટ સળગાવીને દીવાસળી ફેંકી દેવામાં આવે તો કપડામાં આગ લાગવાની દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.

નજીકમાં જ ૩ જેટલી હોસ્પિટલો પણ આવેલી છે જેના કારણે આ વિસ્તાર સતત વાહનો અને લોકોથી ધમધમતો વિસ્તાર કહી શકાય ફ્લાય ઓવર બ્રિજ નીચે ઘણી વખત ભારે વાહનો પણ પાર્ક કરવામાં આવતા હોય છે ત્યારે બિન ઉપયોગી કપડાનો મોટો જથ્થો દૂર કરવાની માંગ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

Next Story
Share it