Connect Gujarat
ગુજરાત

ભરૂચ :આમોદમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને સરકાર સહાય ચૂકવે તે માટે કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદન અપાયું

X

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આમોદ તાલુકાના ઓછણ, કરેણા, તેલોડ અને ઇખર જેવા અનેક ગામડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સહાય પહોચાડવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. હાલમાં પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે, ત્યારે અનેક ગામોમાં થયેલા પાણી ભરાવાના કારણે અતિવૃષ્ટિનો તાગ મેળવવા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હાલ ગામડામાઓ ફરી રહ્યું છે.

આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને દિલ્હી-મુંબઈ ટ્રેકના કામો ચાલી રહ્યા છે, જે તમામ યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વહેડાવામાં આવતા નદી ઓવર ફ્લો થઈ છે. જેથી વેલમ નદીની ક્ષમતા કરતાં વધુ પાણી આવી જતા કિનારાના ગામોમાં નદીના પાણી ભરાતા કુત્રિમ આફતથી તમામ વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સાથે જ ખેડૂતોને ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યુ છે, ત્યારે તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોચાડવા સહિત યોગ્ય સહાય ચૂકવાય તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાની અધ્યક્ષતામાં કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, શહેર પ્રમુખ વિકી શોકી, શેરખાન પઠાણ સહિતના કોંગી આગેવાનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story