Connect Gujarat
ગુજરાત

ખેડાના ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાના વિરોધમાં ભરૂચ એકતા એજ લક્ષ્ય સંગઠનનું તંત્રને આવેદન

ખેડા જિલ્લાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાને ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વખોડી કાઢવામાં આવી છે.

X

ખેડા જિલ્લાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાને ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વખોડી કાઢવામાં આવી છે. આ સાથે જ સંગઠનના નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠનના સભ્યોએ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ગત તા. 15મી સપ્ટેમ્બર 2023ના રોજ ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને બાળકો જોડાયા હતા. આ સમયે કેટલાક વિધર્મી સમાજના લોકો દ્વારા શોભાયાત્રા ઉપર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે શોભાયાત્રામાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં કેટલાય ભાઈઓ-બહેનો અને પોલીસકર્મીઓને પથ્થર વગતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાથી લોકોમાં ભય અને કોમી વાતાવરણ ઉભું થયું હતું. જેથી આ હુમલો કરનાર વિધર્મીઓ સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠનના સભ્યોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story