Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ લીધો લાભ

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સ્થિત સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સ્થિત સીટી કેર હોસ્પિટલ ખાતે ભરૂચ નગરપાલિકાના સૌજન્યથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી દરમ્યાન વધતા જતા મૃત્યુ આંકને ઘટાડવા માટે સરકાર દ્વારા 2 તબક્કામાં લોકોએ વેક્સિનેશન કરાવવું ફરજીયાત બનાવ્યું છે, ત્યારે પહેલા 45 વર્ષ કે, તેથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લેવાનું કહેવામાં આવ્યું હતું, અને ત્યારબાદ 18થી 45 વયના લોકોને વેક્સિનેશનનો લાભ લેવા માટે જણાવાયુ હતું. પરંતુ હજુ 45થી વધુ ઉંમરના એવા ઘણા લોકો છે જેઓને વેક્સિનેશનનો લાભ મળ્યો નથી, ત્યારે આજરોજ ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ સીટી કેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી મળી રહે તે માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પીટલના તબીબો, સ્ટાફકર્મી તેમજ આમંત્રિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story